Gujarat Milk Price Hike News : દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે આર્થિક રીતે ખૂબ જ સારા સમાચાર, દૂધના નવા ભાવ જાહેર,જાણો પશુપાલકોને કેટલો થશે નફો?

Gujarat Milk Price Hike News: દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે આર્થિક રીતે ખૂબ જ સારા સમાચાર, સુરત (Surat) અને તાપી (Tapi) જિલ્લાની જીવાદોરી સમાન સહકારી ડેરી દ્વારા દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી આ વિસ્તારના અંદાજે 2.50 લાખ પશુપાલકોની આવકમાં સીધો વધારો થશે. દૂધના નવા ભાવ જાહેર,જાણો પશુપાલકોને કેટલો થશે નફો?

Gujarat Milk Price Hike News 2026

દક્ષિણ ગુજરાતના પશુપાલકો (Cattle Rearers) માટે આર્થિક રીતે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. સુરત (Surat) અને તાપી (Tapi) જિલ્લાની જીવાદોરી સમાન સહકારી ડેરી દ્વારા દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી આ વિસ્તારના અંદાજે 2.50 લાખ પશુપાલકોની આવકમાં સીધો વધારો થશે.

પશુપાલકો માટે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો (Surat Tapi milk price hike)

ડેરી પ્રશાસન દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, ગાયના દૂધ (Cow Milk) ના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ગાયના દૂધનો ભાવ 830 રૂપિયા હતો, જે હવે વધીને 850 રૂપિયા થયો છે.તેવી જ રીતે, ભેંસના દૂધ (Buffalo Milk) ના ભાવમાં પણ પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધનો જૂનો ભાવ 870 રૂપિયા હતો, જે હવે સુધારીને 880 રૂપિયા પ્રતિ કિલો ફેટ નક્કી કરવામાં આવ્યો છે.

  • ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે 20 નો વધારો
  • ભેસના દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો
  • સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને વાર્ષિક 50 કરોડ રૂપિયાનો ફાયદો

ગુજરાતનાં પશુપાલકોને વાર્ષિક 50 કરોડનો સીધો ફાયદો

આ ભાવવધારો સુરત અને તાપી જિલ્લાના પશુપાલન વ્યવસાય (Animal Husbandry) સાથે જોડાયેલા પરિવારો માટે મોટી રાહત સમાન છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, આ નિર્ણયથી અઢી લાખ જેટલા પશુપાલકોને વાર્ષિક અંદાજે 50 કરોડ રૂપિયાનો વધારાનો આર્થિક લાભ થશે. પશુ આહારના વધતા ભાવ અને જાળવણીના ખર્ચ સામે આ ભાવવધારો પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડશે.

અઢી લાખ પશુપાલકોને વાર્ષિક 50 કરોડ રૂપિયાનો ફાયદો

નિષ્ણાતોના મતે, સહકારી માળખાની આ મજબૂતીને કારણે ગ્રામીણ અર્થતંત્ર (Rural Economy) વધુ વેગવંતું બનશે. ડેરી દ્વારા સમયાંતરે કરવામાં આવતો આ પ્રકારનો વધારો પશુપાલકોને આ વ્યવસાયમાં ટકી રહેવા અને ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન માટે પ્રેરણા આપે છે.

Leave a Comment