Mafat Plot Yojana Gujarat 2026 | સરકાર આપશે મકાન બનાવવા માટે મફત પ્લોટ, ફોર્મ, ડોક્યુમેન્ટ,અરજી પ્રક્રિયા જાણો

Mafat Plot Yojana: સરકાર આપશે મકાન બનાવવા માટે મફત પ્લોટ, ગરીબી રેખા નીચે જીવતા લોકો ને મફત પ્લોટ આપીને ઘરનું ઘર બનાવાનો છે.જેથી જે લોકો પોતાનું પાક્કું ઘર નથી બનાવી શકતાં તેમના માટે ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે.આ યોજના થી ગરીબ પરિવારના લોકો ને મફત પ્લોટ આપીને ઘર બનાવી શકે જેથી તેમને આર્થિક બાબતે ઘણી મદદ મળતી હોય છે. જે લોકો બી.પી.એલ યાદીમાં આવતા હોય અથવા જે ગરીબી રેખા નીચે જીવતા હોય તેમના માટે સરકાર દ્વારા ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે છે. આ યોજના નો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે જેમની પાસે ઘર નું ઘર નથી તેમજ ઘર બનાવા માટે પ્લોટ નથી તેમજ જેઓ બી.પી.એલ યાદીમાં આવતા હોય તેમને મળવાપાત્ર થશે.

Mafat Plot Yojana | મફત પ્લોટ યોજના માહિતી

યોજનાનું નામ મફત પ્લોટ યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા 
વિભાગગ્રામીણ વિકાસ વિભાગ
લાભાર્થીબી.પી.એલ કાર્ડ ધારકો
મળવાપાત્ર સહાય૧૦૦ ચોરસ વાર પ્લોટ
સત્તાવાર વેબસાઇટ panchayat.gujarat.gov.in

મફત પ્લોટ સહાય યોજના માં કોણ લાભ લઈ શકે છે ?

Gujarat Goverment Scheme Mafat Plot Yojana દ્વારા ગરીબો ને મફત પ્લોટ યોજના હેઠળ ૧૦૦ ચોરસ વાર જમીન આપવાનો નિર્ણય કર્યો છે તો આ યોજના નો લાભ નીચે મુજબ ની વ્યક્તિઓ લઈ શકે છે:માહિતી સેવાઓ

  • લાભાર્થી B.P.L કેટેગરી નો હોવો જરૂરી છે.
  • અરજદાર ની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ.
  • જો અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હશે તો જ આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ.
  • અરજદારની વર્ષિક આવક મર્યાદા ૧,૨૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ.
  • ગુજરાત રાજ્ય નો રહેવાસી હોવો જોઈએ.

મફત પ્લોટ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ

Mafat Plot Yojana અંતર્ગત નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે:

  • ગરીબ પરિવારના લોકો ને ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે આવે છે.
  • આ જમીન મફત માં આપવામાં આવતી હોય છે.
  • જમીન વિહોણા ખેત મજૂરોને જમીન મળે છે.

જરૂરી ડોક્યુમેન્ટ – Free Plot Sahay Yojana Required Documents 

મફત પ્લોટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે:

  • મફત પ્લોટ યોજના નું અરજી ફોર્મ
  • રેશનકાર્ડ
  • આધાર કાર્ડ 
  • BPL કાર્ડ
  • જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો
  • SECC ના નામની વિગત
  • બેંક પાસબુક 

મફત પ્લોટ સહાય યોજના માટે અરજી પ્રક્રિયા

Mafat Plot Yojana: મફત પ્લોટ સહાય યોજના નો લાભ લેવા માટે “ઓફલાઈન” અરજી કરવી પડશે. આ અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ગામ ના તલાટી પાસેથી “મફત પ્લોટ સહાય યોજના” નું ફોર્મ મેળવી રહેવાનું રહશે. ત્યાર પછી તમારે તે ફોર્મ ભરીને તેની સાથે ઉપર જણાવ્યા મુજબ ના ડોકયુમેન્ટ્સ જોડીને તેમાં તલાટીના,સરપંચ ના સહી સિક્કા કરવાના રહેશે. ત્યાર પછી આ અરજી જિલ્લા પંચાયત માં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈ ને તમારી અરજી મંજુર કરવામાં આવશે.

  • Mafat Plot Yojana Gujarat Form Pdf Download Form
  • મફત પ્લોટ પરિપત્ર ડાઉનલોડ કરો : Download PDF

Leave a Comment