મંગળસૂત્ર યોજના હેઠળ કન્યાના લગ્ન પ્રસંગ સમયે મળશે 12,000 ની આર્થિક સહાય – Kunvarbai Nu Mameru Yojana

Kunvarbai Nu Mameru Yojana- ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ એક સરકારી યોજના છે. જે અંતર્ગત ગુજરાત માં રહેલી દીકરીના લગ્ન સમયે આર્થિક મદદ કરે છે. રાજ્ય સરકાર દ્વારા છોકરીઓ માટે એક સારી યોજના બહાર પાડી છે. આર્થિક રીતે નબળા પરિવારો માટે દીકરીના લગ્ન એક મોટો ખર્ચ બની રહે છે. આવા પરિવારોને આર્થિક સહારો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા Kunvarbai Nu Mameru Yojana જેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને દીકરીના લગ્ન પ્રસંગે ₹12,000 સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે.

તો ચાલો જાણીએ વિસ્તૃત માં કે કુંવરબાઈનું મામેરું યોજના (mangalsutra yojana) શું છે?, તેના લાભ કોણ લઈ શકે છે,તેના માટે જરૂરી દસ્તાવેજો ,કેટલો લાભ મળશે અને અરજી કેવી રીતે કરવી અને કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ વિષે માહિતી જાણો.

Kunvarbai Nu Mameru Yojana | મંગળસૂત્ર યોજના

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચાલવામાં આવે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સીધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે. મંગળસૂત્ર યોજના માં અરજદાર ને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે પહેલા રૂ.10,000 હતા હવે તેને વધારી ને રૂ.12,000 કરી દેવામાં આવ્યા છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12000/- રૂપિયા જમા કરવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજના માટે પાત્રતા અને માપદંડ

મિત્રો મંગળસૂત્ર યોજના (Mangalsutra Yojana ) યોજના માટે અરજી કરતા પહેલા તમારે યોજનાના યોગ્ય માપદંડો વિશે જાણવું જરૂરી છે.  

  • સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
  • આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
  • જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.

મંગળ સૂત્ર યોજના માટે જરૂરી પ્રમાણપત્રો

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનું ચૂંટણીકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • કન્યા નો જાતિનો દાખલો
  • યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ ડ્રાઇવિંગ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામું
  • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું

ફોર્મ ભરતી વખતે તમામ માહિતી સચોટ અને પૂર્ણ હોવી જોઈએ. દસ્તાવેજો માન્ય અને અપડેટ હોવા જરૂરી છે. ખોટી માહિતી કે અધૂરા દસ્તાવેજને કારણે અરજી રદ થઈ શકે છે. અરજી સમયમર્યાદામાં કરવી ખૂબ જ જરૂરી છે.

કુંવરબાઈનું મામેરું યોજના sarkari yojana માટે અરજી કેવી રીતે કરવી? – Apply for Kunwar Bai Nu Mameru Yojana Gujarat

કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો.

  1. સૌપ્રથમ તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.
  2. રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
  3. અને ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  4. ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
  5. ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
  6. એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.

તમે ઈ સમાજ કલ્યાણ યોજના વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી યોજનાની સત્તાવાર વિગતો ડાઉનલોડ કરી શકો છો. 

કુંવરબાઈનું મામેરું યોજના વેબસાઇટ અને મહત્વપૂર્ણ લિંક્સ

Kuvar Bai Nu Mameru Yojana Official WebsiteWebsite
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મpdf ડાઉનલોડ કરો
કુંવરબાઈનું મામેરું યોજના હેલ્પલાઇન નંબરઅહી ક્લિક કરો

Leave a Comment