અટલ પેન્શન યોજના હેઠળ મેળવો દર મહિને ₹5,000 સુધી માસિક પેન્શન, જાણો અરજી કરવાની પ્રક્રિયા – Atal Pension Yojana Benefits

Atal Pension Yojana Benefits – અટલ પેન્શન યોજના હેઠળ મેળવો દર મહિને ₹5,000 સુધી માસિક પેન્શન. અટલ પેંશન યોજના (APY) ભારત સરકાર દ્વારા 18-40 વર્ષના નાગરિકો (વિશેષ અસંગઠિત ક્ષેત્ર) માટે એક સામાજિક સુરક્ષા યોજના શરૂ કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ભવિષ્યની ચિંતા કરતાં લોકોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે એક મહત્ત્વની યોજના શરૂ કરી છે, જેનું નામ અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) છે.

ભારત સરકાર નાગરિકો ના ભવિષ્ય માટે ઘણી લાભકારી અને મહત્વપૂર્ણ યોજનાઓ તેમજ વિવિધ ક્ષેત્રે યુવા તેમજ વૃધજનો માટે કેન્દ્ર સરકાર ભારતીયો માટે સરકારી પેન્શન યોજના. જાણો કઈ રીતે જોડાવું, કેટલું યોગદાન આપવું અને શું છે ફાયદા.

સરકારી અટલ પેન્શન યોજનાના ફાયદાઓ

  • ગેરંટી પેન્શન: 60 વર્ષની ઉંમર પછી માસિક ₹1000 થી ₹5000 સુધીની પેન્શન. (યોગદાન પ્રમાણે).
  • સરકારી ગેરંટી: જો રોકાણની કમાણી ઓછી હોય તો સરકાર તફાવત ભરશે. વધુ કમાણી હોય તો તે સભ્યને મળશે.
  • સહ-યોગદાન: 01 જૂન, 2015થી 31 માર્ચ, 2026 વચ્ચે જોડાયેલા સભ્યોને ૫ વર્ષ સુધી સરકાર ₹,1000 અથવા 50% યોગદાન (જે ઓછું હોય તે) આપશે.
  • કુટુંબીય લાભ: સભ્યના અવસાન પર પત્નીને જીવનભર પેન્શન. પત્નીના અવસાન પછી નોમિનીને કોર્પસ પરત મળશે.
  • કાર્યક્ષમતા: આપમેળે ડેબિટ સુવિધા, કોઈ જાળવણી ખર્ચ નહીં.
  • ટેક્સ લાભ: યોગદાન પર સેક્શન 80સીસીડી(1) હેઠળ 10% આવક સુધી અને 80સીસીડી(૧બી) હેઠળ ₹50,000 સુધી ટેક્સ છૂટ.

Atal Pension Yojana ની પેન્શન રકમ

  1. આ યોજનામાં પાંચ જુદી જુદી પેન્શન સ્લેબ (રૂ.1,000, રૂ.2,000, રૂ.3,000, રૂ.4,000 અને રૂ.5,000) ઉપલબ્ધ છે. પેન્શનની રકમ એ વાત પર આધાર રાખે છે કે તમે કઈ ઉંમરે યોજનામાં જોડાઓ છો અને કેટલું માસિક યોગદાન આપો છો.
  2. રૂ.5,000નું પેન્શન: જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે જોડાય, તો તેણે દર મહિને રૂ.210નું યોગદાન આપવું પડે છે. 40 વર્ષની ઉંમરે જોડાનાર માટે આ રકમ રૂ.1,454 પ્રતિ માસ હોય છે. રૂ.1,000નું પેન્શન: 18 વર્ષની ઉંમરે જોડાનાર માટે માસિક યોગદાન માત્ર રૂ.42 હોય છે, જ્યારે 40 વર્ષની ઉંમરે જોડાનાર માટે તે રૂ.291 હોય છે.
  3. યોગદાનનો સમયગાળો: આ યોગદાન 60 વર્ષની ઉંમર સુધી નિયમિતપણે જમા કરાવવાનું રહે છે. જો કોઈ કારણસર હપ્તો ચૂકવવામાં મોડું થાય, તો નજીવો દંડ પણ લાગી શકે છે.

અટલ પેન્શન યોજના (APY) ના લાભો માટે કોણ અરજી પાત્ર નથી?

1. અટલ પેન્શન યોજના (APY) માટે પાત્ર ન હોય તેવા લોકો – અટલ પેન્શન યોજના (APY) માં જોડાવા માટે ચોક્કસ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી કે 40 વર્ષથી વધુ હોય, તો તમે આ યોજના માટે અરજી કરી શકતા નથી. સરકાર માને છે કે આ યોજનામાં ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી છે. તેથી આ યોજના ફક્ત તે લોકો માટે છે જેઓ 18 થી 40 વર્ષની વય વચ્ચે નિયમિતપણે યોગદાન આપી શકે છે. જો તમે નિર્ધારિત વય મર્યાદાની બહાર આવો છો તો અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

2.આવકવેરા ભરનારાઓ – જો તમે આવકવેરાને પાત્ર છો, એટલે કે તમે કર ચૂકવો છો, તો તમે અટલ પેન્શન યોજનાના લાભો માટે પાત્ર રહેશો નહીં. આનું કારણ એ છે કે સરકારે ખાસ કરીને ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આ યોજના શરૂ કરી છે. આ વ્યક્તિઓ સામાન્ય રીતે કર ચૂકવતા નથી અને ભવિષ્યમાં કોઈ પેન્શન લાભો ધરાવતા નથી, તેથી કરદાતાઓને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવે છે.

3. જેમની પાસે બેન્ક ખાતું નથી – અટલ પેન્શન યોજના સંપૂર્ણપણે બેંક-લિંક્ડ યોજના છે. જો તમારી પાસે બેંક ખાતું નથી અથવા તમારું બેંક ખાતું આધાર સાથે લિંક નથી, તો તમે આ યોજનામાં જોડાઈ શકતા નથી. માસિક યોગદાન સીધા તમારા બેંક ખાતામાંથી કાપવામાં આવે છે અને તમારું પેન્શન તે જ ખાતામાં જમા થાય છે. તેથી બેંક ખાતું હોવું ફરજિયાત આવશ્યકતા છે.

4. જે ભારતના નાગરિક નથઃ બિન-ભારતીય નાગરિકો – અટલ પેન્શન યોજના (APY) ફક્ત ભારતીય નાગરિકો માટે જ ઉપલબ્ધ છે. ભારતીય ન  હોય તેવા નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકતા નથી.

અટલ પેન્શન યોજના માટે અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા

Atal Pension Yojana યોજના કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંક (એસબીઆઇ, એચડીએફસી, આઈસીઆઈસીઆઇ વગેરે)માંથી શરૂ કરી શકાય છે: બેંકમાં જાઓ: તમારા નજીકની શાખામાં જઈને એપીવાય ફોર્મ લો (અંગ્રેજી, હિન્દી અથવા અન્ય ભાષામાં ઉપલબ્ધ).

  • વિગતો જેમ કે બેંક એકાઉન્ટ નંબર, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, પત્ની અને નોમિનીની વિગતો ભરો.
  • આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક કરો.
  • માસિક યોગદાન માટે ઓટો-ડેબિટની મંજૂરી આપો.
  • ફોર્મ અને દસ્તાવેજો સબમિટ કરો. એસએમએસ દ્વારા કન્ફર્મેશન મળશે.
  • કેટલીક બેંકોની વેબસાઈટ અથવા એપ પર પણ શરૂ કરી શકાય.

અટલ પેન્શન યોજના એક સરળ અને સુરક્ષિત રસ્તો છે જેનાથી તમે તમારી વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે મજબૂત બનાવી શકો છો. જો તમે 40 વર્ષથી નાના છો અને બેંક એકાઉન્ટ ધરાવો છો, તો આજ જ તમારી નજીકની બેંકમાં જઈને આ યોજનામાં જોડાઓ. વધુ માહિતી માટે npscra.nsdl.co.in અથવા તમારી બેંકનો સંપર્ક કરો. તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવો – આજથી શરૂઆત કરો.

APY માટે કેટલું રોકાણ જરૂરી છે?

આ યોજનામાં રોકાણની રકમ તમારી ઉંમર અને પસંદ કરેલા પેન્શન પર આધાર રાખે છે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે જોડાય છે અને 5,૦૦૦નું પેન્શન ઇચ્છે છે, તો તેણે દર મહિને આશરે 210 રૂપિયાનું રોકાણ કરવાની જરૂર છે. દરમિયાન, જો કોઈ વ્યક્તિ 30 વર્ષની ઉંમરે જોડાય છે તો તેણે દર મહિને આશરે 577 રૂપિયા જમા કરાવવાની જરૂર છે જેથી 5,૦૦૦નું પેન્શન મેળવી શકાય. તમે જેટલી વહેલી તકે જોડાઓ છો, તેટલું ઓછું રોકાણ કરવાની જરૂર પડશે.

Leave a Comment