મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 25,000 ની સહાય અત્યારેજ અરજી કરો | Gyan Sadhana Scholarship 2026

Gyan Sadhana Scholarship 2026 | જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન 2026: મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના એ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સરકારી/ગ્રાન્ટેડ શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીની ઉચ્ચ શિક્ષણ સહાય પૂરી પાડે છે। આ યોજના હેઠળ પસંદગી પામેલા 25,000 વિદ્યાર્થીઓને વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવે છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે આ માટે પરીક્ષા યોજવામાં આવે છે (જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા મેરીટ લીસ્ટ PDF 2026)

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના

તેજસ્વી વિધાર્થીઓને મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે માટે આવા ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને ધોરણ- ૯ થી ૧૨ સુધી તેમના પસંદગી મુજબના સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાની નવી ‘જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના’ અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં દર વર્ષે નવા ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ-૯ થી ૧૦ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૦,૦૦૦ અને ધોરણ-૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૫,૦૦૦ની સ્કોલરશીપ આપવામાં આવશે.

સ્કોલરશિપના ફાયદા શું છે?

આ યોજના પ્રતિભાશાળી પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપે છે. સ્કોલરશિપથી શૈક્ષણિક ખર્ચ, પુસ્તકો અને અન્ય જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળે છે. લાંબા ગાળે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આત્મવિશ્વાસ મળે છે.

Gyan Sadhana Scholarship 2026 કસોટીનું માળખુ:

પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Cholce Question-MCQ Based) રહેશે.

  • પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.
  • પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
  • પ્રવેશ પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે.
  • જો કોઇ કિસ્સામાં વિદ્યાર્થીઓનું એકસરખુ ગુણાંકન (મેરીટ) આવે ત્યારે પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નકકી કરવાની આખરી સત્તા રાજય પરીક્ષા બોર્ડની રહેશે.
  • પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ૩૦ મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.

Gyan Sadhana Scholarship 2026 અભ્યાસક્રમ:

MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેર્ટન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિષય આધારિત પ્રશ્નો રહેશે.

SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૮૦ પ્રશ્નોમાં ધોરણ-૮ ના ગણિત-૨૦ ગુણ, વિજ્ઞાન-૨૦ ગુણ અને સામાજિક વિજ્ઞાન-૧૫ ગુણ, અંગ્રેજી-૧૦ ગુણ, ગુજરાતી-૧૦, હિન્દી-૫ ગુણ વિષયનો સમાવેશ થશે.

કસોટીનું પરિણામ અને કામચલાઉ મેરીટ લિસ્ટ

Gyan Sadhana Scholarship 2026 કસોટીનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.

  • જ્ઞાન સાધના પ્રખરતા કસોટીમાં Cut Off કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે.
  • ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ જીલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે. તે ખરાઈ પછી જે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા બાળકોના કામ ચલાઉ મેરીટ લિસ્ટ (Provisional Merit List) નિયામશ્રી, શાળાઓની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવશે.
  • રાજ્ય કક્ષાની આ યાદી તૈયાર કરતી વખતે સરકારશ્રીના પ્રવર્તમાન ધારા-ધોરણ મુજબ અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે. અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે.
  • ફાઈનલ મેરીટ લિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયા
  • નિયામકશ્રી, શાળાઓ દ્વારા કામચલાઉ મેરીટ લિસ્ટ તૈયાર થયા બાદ તે જાહેર કરવાની રહેશે.
  • સાથે સાથે સબંધિત વિદ્યાર્થીઓના વાલીને નિયત સમય મર્યાદામાં તેમની પસંદગી મુજબની સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવીને તે અંગેની એન્ટ્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાના પોર્ટલમાં કરવા માટે જણાવવામાં આવશે.
  • વિદ્યાર્થીઓની તેમની પસંદગી મુજબની સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની અને તેમના વાલીની રહેશે અને તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી નિયામકશ્રી, શાળાઓની કોઈ જવાબદારી રહેશે નહિં.
  • કામચલાઉ મેરીટ લિસ્ટ જાહેર થયા બાદ તે લિસ્ટમાં આવેલ વિદ્યાર્થીઓજે કોઈ સ્વનિર્ભર શાળામાં પ્રવેશ માટે અરજી કરે તો તેમને શાળા દ્વારા સહાનુભૂતિ પૂર્વક વિચારણા કરવાની રહેશે.
  • આ પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની ફાઈનલ મેરીટ લિસ્ટ (Final Merit List) નિયામકશ્રી, શાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે.

Gyan Sadhana Scholarship 2026 અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી?

જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે અરજી સામાન્ય રીતે ઓનલાઈન કરવામાં આવે છે. પરીક્ષા માટેનું ફોર્મ સત્તાવાર પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર અને શાળા દાખલા અપલોડ કરવા પડે છે. અરજી સ્વીકાર્યા બાદ પરીક્ષા લેવામાં આવે છે અને પરિણામ જાહેર થાય છે. પસંદ થયેલા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં DBT મારફતે રકમ જમા કરવામાં આવે છે.

Leave a Comment