Godown Sahay Yojana Gujarat 2026: આપણો ભારત દેશ પશુપાલન કરતો દેશ છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ગોડાઉન સહાય યોજના (જેને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે) એ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય યોજના છે. ગોડાઉન સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને તેમના પાકને અચાનક વરસાદ, કુદરતી આફતો અને અન્ય જોખમોથી બચાવવા માટે પાક સંગ્રહ માટે ગોડાઉન (સ્ટોરેજ યુનિટ) બનાવવામાં મદદ કરવાનો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી ઘણી બઘી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. જેમાં ગોડાઉન સહાય યોજના, ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓન ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. સરકાર ઈચ્છે છે કે ડીજીટલ સેવાનો વ્યાપ વધે માટે ખેડૂતો દ્વારા Godown Sahay Yojana Gujarat, હેડળ સહાય આપવામાં આવશે.
ikhedut Godown Sahay Yojana Gujarat: ગોડાઉન સહાય યોજના એ સરકાર દ્વારા ખેડૂતોને પાકના સંગ્રહ માટે ગોડાઉન બનાવવામાં સહાયરૂપ થવા માટે શરૂ કરાયેલ યોજના છે. ખેડૂતો તેમના પાકને સારા ભાવમાં વેચી શકે અને પાક બગાડા વગર લાંબા સમય સુધી સાચવી શકે, એનું મુખ્ય ઉદ્દેશ્ય છે.
ખેડૂતો તેમના પાકને સારા ભાવમાં વેચી શકે અને પાક બગાડા વગર લાંબા સમય સુધી સાચવી શકે એનું મુખ્ય ઉદ્દેશ્ય છે. ખેડુતો માટે સંગ્રહ સુવિધાઓમાં વિકાસ અને ખેતીના ઉત્પાદનોના સંરક્ષણમાં ગોડાઉનનો મહત્વનો હિસ્સો છે. ભારત સરકાર દ્વારા શરૂ કરેલી ગોડાઉન સહાય યોજના હેઠળ, ખેડૂતોને હવે તેમની સંગ્રહ ક્ષમતા વધારવા માટે મોટો લાભ મળી શકે છે. ગોડાઉન યોજના ગુજરાત 2026 હેઠળ મુખ્ય ઉદ્દેશ્ય અચાનક આવનાર વરસાદ તથા કુદરતી આફતોથી પાકના રક્ષણ માટે ખેડૂતોને પાક સંગ્રહ ગોડાઉન બનાવવા રૂપિયા 100,000 ની સહાય આપવાનો છે. ગોડાઉન સહાય યોજના 100% રાજ્ય પ્રાયોજિત છે અને તેની શરૂઆત 2020-21માં કરવામાં આવી હતી. યોજનાની જાહેરાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી.
ikhedut Godown Sahay Yojana Gujarat 2026
| યોજનાનું નામ | Godown Sahay Yojana Gujarat 2026: યોજના હેઠળ ખેડૂતોને 50 ટકા સબસીડી |
| ભાષા | ગુજરાતી અને English |
| ઉદ્દેશ | પાકના સંગ્રહ કરવા માટે |
| લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતોને |
| સહાયની રકમ | રૂપિયા 100,000 ની સહાય |
| માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ગોડાઉન સહાય યોજના નિયમો
- આ યોજના હેઠળ ખેડૂતે પોતાની જમીનમાં ઓછામાં ઓછુ 330 ચોરસ ફુટમાં ગોડાઉન બનાવવાનું રહેશે. ત્યારબાદ જો કોઈ ખેડૂતને તેનાથી વધુ જગ્યા વાળું ગોડાઉન બનાવવું હોય, તો ખેડૂત પોતાની અનુકૂળતાએ બાંધી શકશે.
- પ્લીન્થ થી ફાઉન્ડેશન સુધીની ફરતી દિવાલોમાં ચણતર કામ કરવું ફરજિયાત તથા છત પર પાકું પીસીસીનું કામ કરાવાનું રહેશે. દીવાલની ઉંચાઈ 10 ફુટ.
- ગોડાઉનની છત ગેલ્વેનાઈઝ શીટ કે સિમેન્ટના પતરા અથવા નળીયાની બનાવી શકાય. જો કોઈ વ્યક્તિને RCC ની છત કરવી હોય તો લાભાર્થી પોતાની અનુકુળતાએ સ્વખર્ચે બનાવી શકે છે.
- પાયો જમીનથી 2 ફુટથી વધુ ઊડાઈનો તથા જમીનથી 2થી વધારે ફુટની ઉંચાઈએ પ્લીન્થ બનાવવાનો રહેશે.
- ગોડાઉનની છતની મધ્ય (મોભ)ની ઉંચાઈ પ્લીન્થ કરેલું હોય તેના લેવલથી 12 જેટલી હોવી જોઈએ
- ગોડાઉનમાં ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવાની રહેશે.
- કુલ 300 ચોરસ ફુટ કરતા ઓછુ બાંધકામ કરેલું હશે તો તે સહાયને પાત્ર નથી
ગોડાઉન સહાય યોજના માટે પાત્રતા
- ગુજરાત રાજ્યના તમામ જમીન ધારક ખેડૂતો (સામાન્ય, SC/ST, OBC વગેરે તમામ વર્ગના).
- ખેડૂત પાસે જમીનનું રેકોર્ડ (7/12, 8A) હોવું જરૂરી.
- ગોડાઉનનું બાંધકામ ખેડૂતના પોતાના ખેતરમાં જ કરવું પડશે.
- યોજના હેઠળ ગોડાઉનનું કુલ ક્ષેત્રફળ 300 ચોરસ ફૂટ કરતાં વધુ હોવું જોઈએ (ઓછું હોય તો પાત્ર નથી).
- ખેડૂતે અગાઉ આ યોજનાનો લાભ લીધો ન હોવો જોઈએ (એક વાર જ લાભ મળે છે).
- ગોડાઉનમાં ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવાની રહેશે.
ખેડૂતોને મળશે 50% સબસિડી
આજે ખેડૂતો માટે સૌથી મોટું પડકાર શું છે? ખેતી કરો, મહેનત કરો, પાક લાવો… પણ જો તેને સાચવવાની યોગ્ય વ્યવસ્થા ન હોય, તો મહેનત પાણીમાં જાય.પાક બગડી જાય, કિંમતે ખરાબ અસર થાય અને અંતે નુકસાન જ હાથ આવે. આ સમસ્યાનું સમાધાન છે, ‘ગોડાઉન સહાય યોજના 2026’. ચાલો જાણીએ, આ યોજના શું છે, કેવી રીતે લાભ લઈ શકાય અને કોણ-કોણ અરજી કરી શકે છે.
સબસિડી માટે કેટલાક નિયમો છે
- જમીનના દસ્તાવેજો પ્રમાણિત હોવા જોઈએ.
- ખેડૂતના નામે જમીન હોવી જોઈએ.
- અગાઉ આવી કોઈ અન્ય સહાય લીધી ન હોવી જોઈએ.
- સરકાર દ્વારા નિર્ધારિત માપદંડ પ્રમાણે ગોડાઉન બાંધવું જરૂરી.
Godown Sahay Yojana Gujarat 2026 માં શું ખાસ છે?
આ વર્ષે સરકારએ સહાય વધારીને 50% સુધી કરી છે. અગાઉ 25%–35% સહાય મળતી હતી, હવે નાની જમીન ધરાવતા ખેડૂતોને વધારે ફાયદો થશે.
સાથે સાથે:
- અરજી પ્રક્રિયા વધુ સરળ અને ઑનલાઈન થઇ ગઈ છે.
- ખાસ લઘુ અને સિમાંત ખેડૂતને પ્રાથમિકતા મળે છે.
- સહાય સીધી બેંક ખાતામાં જમા થશે.
ગોડાઉન કેમ જરૂરી છે?
- વરસાદ, પોકી, જીવજંતુ, ચોરી – પાકને સાચવવું મુશ્કેલ.
- ખેતી પછી લગભગ 10% પાકનું નુકસાન ખોટી સંભાળના કારણે થાય છે.
- પાકને યોગ્ય ભાવ ન મળે તો ખેડૂતને નુકસાન.
- ગોડાઉન હોવાથી ખેડૂતો પોતાની રીતે પાકનું સંચાલન કરી શકે છે.
ગોડાઉન સહાય યોજના માટે સહાય રકમ
ગોડાઉન બનાવવાના કુલ ખર્ચના 50% અથવા રૂ. 1,00,000 (એક લાખ રૂપિયા) બંનેમાંથી જે ઓછું હોય તેની સહાય મળશે. પહેલાં (2023-24 સુધી) સહાય રૂ. 75,000 સુધીની હતી. આ સહાય DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા ખેડૂતના બેંક ખાતામાં જમા થાય છે, પરંતુ તે બાંધકામ પૂર્ણ થયા પછી અને તપાસ પછી જ મળે છે.
Godown Sahay Yojana Gujarat જરૂરી દસ્તાવેજો
- જમીનનો 7/12 ઉતારો
- સંયુક્ત ખાતેદાર હોય તો બાહેધરી પત્ર.
- ગોડાઉન બાંધકામ કરેલનો આધાર પુરાવા
- અરજદારના 8 અ ખાતાની નકલ.
- દિવ્યાંગ ખેડૂત હોય તો (સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું પ્રમાણપત્ર), તેનો આધાર પુરાવા
- આધાર કાર્ડ
- બેંક ખાતાની માહિતી
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- નિવેદન કે અગાઉ સહાય લીધેલી નથી
Godown Sahay Yojana Gujarat અરજી કેવી રીતે કરવી?
Godown Sahay Yojana Gujarat 2026: હેઠળ અરજી કરવા ઈચ્છિત ઉમેદવારોએ નીચેના આપેલા સ્ટેપ બાય સ્ટેપને ફોલો કરવા.
- Godown Sahay Yojana Gujarat યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા ikhedut ખોલો.
- ત્યારબાદ હોમપેજ પર જાઓ અને ત્યાંથી યોગ્ય મેનુ વિકલ્પ પસંદ કરો.
- ત્યાર બાદ ખેતીવાડી વિષયક યોજનાઓ વિકલ્પ પસંદ કરો.
- હવે ગોડાઉન યોજના સહાય 2026 યોજના પસંદ કરો.
- બધી જ જરૂરી સૂચનાઓ વાંચી અરજી કરો, તેવું વિકલ્પ આપેલ હશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ તમે અગાઉ પહેલા રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા નહીતર પર ક્લિક કરો.
- ત્યારબાદ નવા ખુલેલા ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો.
- ત્યાબાદ Save & Next પર ક્લિક કરો.
- હવે તમામ ભરેલી વિગતો ચકાસો.
- ત્યાર બાદ Save & Next પર ક્લિક કરો.
- હવે તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને Confirm બટન પર ક્લિક કરો.
- Confirm બટન પર ક્લિક કર્યા બાદ, અરજનંબર મળશે, તેની અરજદારે અરજીની ઓનલાઈન પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.