i-Khedut Tar Fencing Yojana: ગુજરાત રાજ્ય સરકાર ખેડૂત માટે વિવિધ યોજનાઓ i ખેડૂત પોર્ટલ તેમજ વિવિધ ખેડૂત લક્ષી સાઈટ પર યોજનાઓ ચાલુ છે. ગુજરાત સરકારની તાર ફેન્સીંગ સહાય યોજના અંતર્ગત ખેડૂતોને પાક રક્ષણ માટે ખેતર ફરતે કાંટાળા તારની વાડ બનાવવા મળશે આર્થિક સહાય. ગુજરાત રાજ્ય ના ખેડૂતો ને પાક રક્ષણ માટે આ યોજના માં ખૂબ જ લાભ થશે, આ યોજના અંતર્ગત ખેતરની ચારે બાજુ ફરતે કંટાળી વાડ બાવવા માટે સહાય મળશે. આ આર્થિક સહાય વિવિધ ધોરણે મળવા પાત્ર છે. ચાલો જાણીએ વિગતવાર માહિતી
i-Khedut Tar Fencing Yojana માં નવા નિયમો, કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે? કેટલો લાભ મળશે? લાભ મેળવવા માટેની પાત્રતા? ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ? તાર ફેન્સીંગ યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી? સંપૂર્ણ માહિતી માટે અંત સુધી વાંચો અને ફોરમ ભરો
કૃષિ વિભાગ દ્વારા અગત્યના સમાચાર બહાર પાડવામાં આવેલ છે. જેમાં Tar Fencing Yojana માટે ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકશે. જેના માટે કૃષિ વિભાગે ઝોન નક્કી કરેલા છે. ઝોન વાઇઝ દિવસો નક્કી કરવામાં આવ્યા છે. ખેડૂતો પોતાની અરજી ikhedut Portal પર 30 દિવસ સુધી કરી શકશે.
તાર ફેન્સીંગ યોજનાનો હેતુ
ખેડૂતો પોતાના ઉભા પાકને રોઝ, ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે આ યોજના બહાર પાડેલી છે. જેમાં ખેતરને ફરતે લોખંડની કાંટાવાળી વાડ બનાવવાની રહેશે. સરકાર દ્વારા ખેડૂતને કાંટાવાળી વાડ બનાવવા માટે 2 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતને પણ ખેતર ફરતે રનિંગ મીટર દીઠ ₹ 200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂત પોતાના ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવી પોતાના પાકનું રક્ષણ કરી શકે છે.
આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે?
i-Khedut Tar Fencing Yojana નો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારની જમીન હોવી જોઈએ. પોતાની જમીનમાં તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે 200 સુધી લાભ મળશે. આ યોજનાનો લાભ આપવા માટે રાજ્યનો વર્ષ ૨૪-૨૫ નો સંભવિત લક્ષ્યાંક: 46182 નક્કી કરેલો છે.
i-Khedut Tar Fencing Yojana કેટલો લાભ મળશે?
i-Khedut Tar Fencing Yojana ખેડૂતોને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે. અથવા ખર્ચના 50 ટકા બન્નેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય અપાયછે
હવે વાડ કેવી રીતે બનશે એ માહિતી જાણી લઈએ…
- થાંભલા ની સાઈઝ ( સિમેન્ટ કોંક્રિટ પ્રિટેસ્ટડ અને પ્રિકાસ્ટ થાંભલા. ઓછામા ઓછા ચાર તાર વાળા અને મીનીમમ ડાયામીટર ૩.૫૦ એમ.એમ ) ૨.૪૦×૦.૧૦×૦.૧૦ મીટર. થાંભલા ઊભા કરવા માટેના ખાડાનું માપ ૦.૪૦×૦.૪૦×૦.૪૦ મીટર રેહશે. બે થાંભલા વચ્ચેનું અંતર ઓછામા ઓછું ૩ મીટર રહેશે. દર 15 મીટરે સહાય થાંભલા બંને બાજુ મૂકવા પડશે જેની સાઇઝ મૂળ થાંભલા જેટલી જ રહશે. થાંભલાનાં પાયામાં 1: સિમેન્ટ, 5: રેતી અને 10: કાળી કપચી નો ઉપયોગ કરવાની રહશે.
i-Khedut Tar Fencing Yojana માટેની પાત્રતા
i-Khedut Tar Fencing Yojana યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 10 વર્ષ છે.
- ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
i-Khedut Tar Fencing Yojana લાભાર્થીની પાત્રતા.
i-Khedut Tar Fencing Yojana યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ.
- ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ.
- અરજદાર પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકશે.
- ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ જે-તે સર્વે નંબરમાં માત્ર એક વખત મળવાપાત્ર રહેશે.
- અરજદાર ખેડૂતે 7-12 તથા 8-અ ની નકલ રજુ કરવાની રહેશે.
- સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઈન તથા ધારા-ધોરણો (સ્પેશિફિકેશન ) મુજબની વાડ બનાવવાની રહેશે.
- ઓનલાઈન અરજી કર્યેથી સહાયની પુર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂત દ્વારા ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવવાની કામગીરી 120 દિવસમાં પુરી કરવાની રહેશે.
નવા નિયમોની વિગતવાર માહિતી.
i-Khedut Tar Fencing Yojana નવા નિયમો સબંધિત વિભાગ દ્વારા બનાવવામાં આવેલા છે. જે નીચે મુજબ છે.
- આ યોજના હેઠળ સબંધિત જિલ્લાના લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલા ધોરણે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
- તાર ફેન્સીંગ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત / ખેડૂતોના જૂથ માટે એક કલસ્ટર બનાવી શકાશે.
- એક કરતા વધુ ખેડૂત સાથે સામુહિક અરજી કરી શકશે. જેમાંથી એક ખેડૂતને જુથ લીડર બનાવવાનો રહેશે.
- અરજદાર ખેડૂતો પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જોઈએ.
- ઓનલાઈન અરજી કર્યા પછી 10 દિવસમાં જૂથના તમામ ખેડૂતોએ 7-12 તથા 8-અ ની નકલ, નિયત નમૂનાનું કબુલાતનામું તથા જૂથ લીડરને સહાય ચુકવાણું કરવા માટેનું સ્વધોષણાપત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીને રજુ કરવાનું રહેશે.
- અરજી કરનાર ખેડૂત/ખેડૂત જૂથ લીડરે તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ, સમાનના ખરીદીના GST વાળા બીલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સહીત જિલ્લા ખેતીવાડી અધીકારીશ્રીની કચેરી ખાતે ક્લેમ જમા કરાવાનો રહેશે.
- વાડ બનાવ્યા પછી તેની જાણવણીની જવાબદારી ખેડૂત દ્વારા સ્વ ખર્ચે કરવાનું રહેશે.
તાર ફેન્સીંગ યોજના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
khedut portal દ્વારા વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
- ખેડૂતનું આધારકાર્ડની નકલ
- ikhedut portal 7-12
- રેશનકાર્ડની નકલ
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ
- વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
- બેંક ખાતાની પાસબુક
i-Khedut Tar Fencing Yojana ફોર્મ ભરાવા માટે ક્યાં જવું?
(૧) ગ્રામ પંચાયત ખાતે વિસીઈ ઓપરેટર
(૨) ઓનલાઇન ફોર્મ ભરી આપનાર કમ્પ્યુટર ઓપરેટર
(૩) CSC સેન્ટર વગેરે જગ્યા એ થી ફોર્મ ભરી શકશો.
તાર ફેન્સિંગ યોજના ગુજરાત ઓનલાઇન અરજી
- Google માં જઈ I Khedut Portal ટાઈપ કરો અને સર્ચ કરો.
- સૌપ્રથમ આઇ ખેડુત ની મુખ્ય વેબસાઈટ જોવા મળે છે તેના પર ક્લિક કરી ઓપન કરો.
- વેબસાઈટની ઉપરના ભાગે યોજના લખેલું જોવા મળે છે તેના પર ક્લિક કરો.
- હવે તમને અલગ અલગ યોજનાઓ જોવા મળશે તેમાં તમારે તારની વાડ યોજના ક્લિક કરો.
- હવે યોજના ની વિગતો વાંચ્યા પછી અરજી કરો પર ક્લિક કરો.
- હવે જો તમે રજીસ્ટર ખેડૂત છો તો હા પર ક્લિક કરો નહિતર ના પર ક્લિક કરી અરજી આગળ વધારો.
- તમારું પૂરું નામ દાખલ કરો જેમકે પપ્પાનું નામ પોતાનું નામ અને અટક છેલ્લે લખવી.
- આધારકાર્ડ મુજબ તમારું સરનામું દાખલ કરો.
- તમારો મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી દાખલ કરો.
- તમારું આધાર કાર્ડ નંબર દાખલ કરો અને સંમતિ પરથી કરો.
- તમારી જમીનની નકલ મુજબ તમારી સંપૂર્ણ માહિતી દાખલ કરો જેમકે સર્વે નંબર ખાતા નંબર અને ગામ દાખલ કરો.
- તમારો રેશનકાર્ડ નંબર દાખલ કરી સર્ચ કરો જેથી તમારા રેશનકાર્ડમાં જે નામ હશે તે બધા જ નામ તમને દેખાશે જેમાંથી તમારે જે અરજી કરેલી છે તે નામ સિલેક્ટ કરો.
- કેપ્ચા દાખલ કરો અને તમારી અરજી સેવ કરો.
તાર ફેન્સીંગ યોજના સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
- i-Khedut Tar Fencing Yojana આઇ ખેડૂત પોર્ટલ પર જવું.
- એપ્લિકેશન સ્ટેટસ પર જવું.
- તમારો એપ્લિકેશન નંબર નાખો.
- કેપ્ચા દાખલ કરો અને સબમિટ કરો.
- તમારી અરજી નું સ્ટેટસ અહીં જોવા મળશે તેમ જ તમારી અરજી ડાઉનલોડ પણ આવી જ રીતે કરી શકો છો.