મિત્રો આજે આપણે Vridha Pension Yojana Gujarat વિષે માહિતી જાણીશું ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2026 એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી મહત્વપૂર્ણ યોજના છે. અંતર્ગત ગુજરાત સરકાર વૃદ્ધ નાગરિકોને આર્થિક સુરક્ષા આપવા માટે માસિક પેન્શન સહાય પૂરી પાડી રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ આવક વિહોણા અથવા ઓછી આવક ધરાવતા વરિષ્ઠ નાગરિકોને જીવનનિર્વાહ માટે નિયમિત સહાય આપવાનો છે, જેથી તેઓ આત્મસન્માન સાથે જીવન જીવી શકે. Widow Pension યોજનામાં લાભ મેળવવાની પ્રક્રિયા આપણે જાણીશું કે શું દસ્તાવેજ જોઈએ ? અરજી કેવી રીતે કરવી ? અરજી ફોરમ ક્યાંથી મેળવવું તેની સંપૂર્ણ માહિતી જાણીશું આ લેખ અંત સુધી વાંચો
વૃદ્ધ કલ્યાણ માટે ગુજરાત સરકારની પહેલ
Vrudh Pension Yojana રાજ્યની વ્યાપક સામાજિક સુરક્ષા પહેલનો ભાગ છે, જેના દ્વારા Government of Gujarat વૃદ્ધ નાગરિકોને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. સરકારનો હેતુ છે કે કોઈપણ વૃદ્ધ નાગરિક આવકના અભાવને કારણે મુશ્કેલીમાં ન રહે.
આ Widow Pension Scheme નો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધ નાગરિકોની આર્થિક મુશ્કેલીઓ ઘટાડવાનો છે. વૃદ્ધાવસ્થામાં આરોગ્ય ખર્ચ અને દૈનિક જરૂરિયાતો વધે છે, ત્યારે નિયમિત પેન્શન સહાય તેમના માટે મહત્વપૂર્ણ આધાર બને છે. આ યોજના દ્વારા વૃદ્ધોને પરિવાર પર નિર્ભર રહેવાની ફરજ ઓછી થાય છે. યોજનાનો લાભ પાત્ર વૃદ્ધ નાગરિકોને આપવામાં આવે છે, જેમાં વય મર્યાદા, આવક મર્યાદા અને અન્ય સરકારી માપદંડોનું પાલન જરૂરી છે. પાત્રતા પૂર્ણ કરનાર લાભાર્થીઓને સરકાર દ્વારા નક્કી કરેલી માસિક પેન્શન રકમ આપવામાં આવે છે.
Vridha Pension Yojana | રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2026
| યોજનાનુ નામ | રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2026 |
| લાભાર્થી જૂથ | 60 વર્ષથી વધુ ઉંમર |
| મળતી સહાય | રૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને |
| અમલીકરણ | મામલતદાર કચેરી |
| ફોર્મ ક્યાથી મળશે ? | ગ્રામ પંચાયત કચેરી |
| ઓફીસીયલ સાઇટ | https://sje.gujarat.gov.in |
Vridha Pension Yojana કોને લાભ મળે ?
- આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધોને મળવાપાત્ર છે.
- BPL યાદિમા 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઇએ.
Vridha Pension Yojana માટે જરૂરી દસ્તાવેજ
- ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(કોઇ પણ એક)
- ગરીબી રેખાની BPL યાદી પર નામ હોવા અંગેનું પ્રમાણપત્ર.
- આધાર કાર્ડ ની નકલ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- રેશન કાર્ડની નકલ
- બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની નકલ
Vridha Pension Yojana મળતી સહાય
આ યોજના હેઠળ ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- તથા ૮૦ કે તેથી વધુ ઉમરના લાભાર્થીને રૂ. ૧૨૫૦/- દર મહિને સહાય ચુકવવામાં આવે છે.
Vridha Pension Yojana અરજી ક્યા આપવી?
આ યોજનાનો લાભ મેળવવા માટે સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી એ રૂબરૂ અરજી આપી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી https://www.digitalgujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકાય.
રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2026 અરજી કેવી રીતે કરવી ?
આ યોજનાનો લાભ લેવા માટે રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે.
- જિલ્લા કલેકટર કચેરી પરથી
- મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
- નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
- https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા ઓપ્શન આપેલ છે.
Vridha Pension Yojana પેન્શન યોજના ફોર્મ
| ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મ | અહિ ક્લીક કરો |
| બીજી નવી યોજના માટે | સરકારી યોજના |