PM Kisan 22nd Instalment– PM Kisan સન્માન નિધિ યોજના ભારતીય ખેડૂત ભાઈઓને આર્થિક સહાય આપવાનું મુખ્ય પગલું છે. યોજનામાં દરેક પાત્ર ખેડૂતને ત્રિમાસિક હપ્તામાં ₹2,000 આપવામાં આવે છે. હપ્તાઓ સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે જેથી ખેતરમાં લાગેલા ખર્ચ અને રોજિંદા જીવનના ખર્ચ માટે તરત મદદ મળી શકે. આ યોજના ખાસ કરીને નાના અને મધ્યમ કિસાન માટે બનાવવામાં આવી છે, જે ખેતી ખર્ચના ભારે ભાર હેઠળ છે.
પીએમ-કિસાન યોજના શું છે?
પીએમ-કિસાન એ કેન્દ્ર સરકારની એક કેન્દ્રીય ક્ષેત્ર યોજના છે, જે ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ દેશભરના પાત્ર ખેડૂત પરિવારોને આવક સહાય પૂરી પાડવાનો છે જેથી તેઓ તેમના ખેતી, સંબંધિત કામ અને ઘરના ખર્ચાઓ પૂરા કરી શકે. ખેડૂતોને યોજના હેઠળ સ્થાપિત પાત્રતા અને બાકાત માપદંડોને આધીન, સહાય સીધી તેમના બેંક ખાતામાં મળે છે.
પીએમ કિસાન યોજનામાં નોંધાયેલા લાખો ખેડૂતો 2,000 રૂપિયાના 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી. જોકે, 21મો હપ્તો નવેમ્બર 2025 માં જાહેર કરવામાં આવ્યો હતો, તેથી વર્તમાન પેટર્નના આધારે આગામી હપ્તો ફેબ્રુઆરી અને માર્ચ 2026ની વચ્ચે આવવાની સંભાવના છે.
ખેડૂત લાભાર્થીઓ માટે સલાહ સૂચન
- ખાતું અને આધાર અપડેટ રાખવું અનિવાર્ય છે.
- ફંડ ટ્રાન્સફર સમયસર મેળવવા PM Kisan પોર્ટલ નિયમિત ચકાસો.
- કોઇ સમસ્યા હોય તો સંબંધિત બેંક અથવા કૃષિ વિભાગમાં તાત્કાલિક સંપર્ક કરો.
- મોબાઇલ નંબર અને IFSC જાણકારી સંપૂર્ણ અને અપડેટ હોવી જોઈએ.
આગામી હપ્તો ચૂકી ના જવાય તે માટે શું કરવું
- ખેડૂતોએ સમયસર તેમનો ઈ-કેવાયસી પૂર્ણ કરવો જોઈએ.
- ખાતરી કરો કે આધાર તેમના બેંક ખાતા સાથે લિંક થયેલ છે.
- જમીનના રેકોર્ડ અને નોંધણીની વિગતો સાચી અને અપડેટ કરેલી છે.
- જો તમારા રાજ્યમાં ખેડૂત આઈડી ફરજિયાત છે, તો તે મેળવવાની ખાતરી કરો.
PM Kisan 22nd Instalment મહત્વ અને સમય
22મો હપ્તો દરેક લાભાર્થીના ખાતામાં ટ્રાન્સફર થવાનું શરૂ થયું છે. આ હપ્તો અગાઉના તમામ હપ્તા જેમ જ કામ કરશે. નાણા મેળવવા માટે ખાતા અને આધાર કાર્ડ સાથેનું લિંક જરૂરી છે. નાણા ન મળવા અથવા ભૂલના કારણે હપ્તા અટકી શકે છે, તેથી ખાતું અને આધાર અપડેટ હોવું જરૂરી છે.
PM Kisan હપ્તો મેળવવા પગલાં
- PM Kisan સત્તાવાર પોર્ટલ પર જઈને “Beneficiary Status” ચકાસો.
- ખાતું અને આધાર કાર્ડ લિંક છે કે કેમ તે તપાસો.
- જો ખાતા/આધાર માહિતીમાં ભૂલ હોય, તો તરત સુધારો કરવો.
- નજીકની બેંક શાખા અથવા પ્રાથમિક ખેડૂત વિભાગમાં સંપર્ક કરો.
- હપ્તાની ટ્રાન્સફર સ્થિતિની જાણકારી ઓનલાઈન ચકાસો.
કયા ખેડૂતોના હપ્તામાં વિલંબ થઈ શકે છે?
સરકારે પીએમ કિસાન યોજનાની એક્સક્લૂઝન કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. આમાં 1 ફેબ્રુઆરી, 2019 પછી જમીન ખરીદનારા ખેડૂતોનો સમાવેશ થાય છે. વધુમાં જો એક જ પરિવારના એક કરતાં વધુ સભ્યો યોજનાનો લાભ લઈ રહ્યા હોય જેમ કે પતિ-પત્ની બંને અથવા પુખ્ત સભ્ય તો ચુકવણીઓ રોકવામાં આવી શકે છે. આવા કિસ્સાઓમાં ભૌતિક ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી હપ્તાઓ અસ્થાયી રૂપે રોકવામાં આવે છે. ખેડૂતો પીએમ કિસાન વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પર “Know Your Status (KYS) વિકલ્પ દ્વારા અથવા કિસાન eMitra ચેટબોટની મદદથી તેમની પાત્રતા ચકાસી શકે છે.
પીએમ કિસાન ઈ-કેવાયસી ઓનલાઈન કેવી રીતે કરવું
- ખેડૂતો ઘરે બેઠા તેમનું ઈ-કેવાયસી અપડેટ કરી શકે છે.
- આ કરવા માટે સત્તાવાર પીએમ કિસાન વેબસાઇટની મુલાકાત લો.
- Farmers Corner સેક્શનમા જાવ અને ઈ-કેવાયસી વિકલ્પ પસંદ કરો.
- તમારો આધાર નંબર દાખલ કરો અને Search પર ક્લિક કરો.
- આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો અને Get OTP પર ક્લિક કરો.
- તમારા મોબાઈલ પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કર્યા પછી E-KYC પૂર્ણ થશે.
PM Kisan હેલ્પલાઇન
- પીએમ કિસાન હેલ્પલાઇન- ૦૧૧- ૨૪૩૦૦૬૦૬/ ૧૫૫૨૬૧
- ટોલ ફ્રી નંબર- ૧૮૦૦-૧૧૫-૫૨૬